BHULATI NATHI E SUKHI JINDAGI NE – GUJARATI BHAJAN
ભુલાતી નથી એ સુખી જિંદગીને …..
રચનાઃ દાસ સત્તારશા
ભુલાતી નથી એ સુખી જિંદગી ને,
હમેંશા હતી જ્યાં ખુશી જિંદગીને….ટેક
સુખી જિંદગી બાળપણમાં ગુજારી,
જુવાનીએ કિધી દુઃખી જિંદગીને….હંમેશા હતી (1)
ચડી ષડરિપુને ફંદે જવાની,
બગાડે ઉમંગો ભરી જિંદગીને…..હંમેશા હતી (2)
મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાયે,
દુઃખોમાં ગુજારે રડી જિંદગીને….હંમેશા હતી (3)
આ અવનિમાં ઉત્તમ મનુષ્ય દેહ પામી,
કુમાર્ગે ચડી વેડફી જિંદગી ને ….હંમેશા હતી (4)
કહે જીવ અજ્ઞાનમાં ભાન ભુલી,
હજી હું સમજતો નથી જિંદગી ને……હંમેશા હતી (5)
વિચારીને જો જિંદગી બંદગી છે,
મુરખ તું સમજતો નથી જિંદગી ને…હંમેશા હતી (6)
તું કર સંત સમાગમ તો જીવન સુધરશે,
દુઆઓ મળે છે ભલી જિંદગીને ….હંમેશા હતી (7)
કીધો બોધ સતાર શાહ સદગુરૂએ,
કૃપા મુજ પ્રભુની મળી જિદંગીને …હંમેશા હતી (8)
ભુલાતી નથી એ સુખી જિંદગી ને,
હમેંશા હતી જ્યાં ખુશી જિંદગીને….
વિરમદેવના વિરા રે વારે વેલા – ભજન સંતવાણી
SANTVANI DHAM , GUJARATI BHAJAN LYRICS