NATHI RE PIDHA ANJANI… – MIRABAI BHAJAN LYRICS
નથી રે પીધાં અણજાણી….. પ્રાચીન ભજન
રચનાઃ મીરાબાઇ
નથી રે પીધાં અણજાણી,
મેવાડના રાણા,ઝેર તો પીધા જાણી જાણી…ટેક
કોયલને કાગ રાણા, એક જ વરણાં,
કડવી લાગે કાગવાણી….મેવાડના રાણા..(1)
ઝેર કટોરા જ્યારે રાણાજી મોકલે,
તેના બનાવ્યા દુધ પાણી…મેવાડના રાણા..(2)
રીસ કરીને રાણો ત્રાસ ગુજારે,
ક્રોધ રૂપે દર્શાણી….મેવાડનાં રાણા…(3)
સાધુનો સંગ મીરા છોડી દિયો,
તમને બનાવું રાજરાણી….મેવાડનાં રાણા ..(4)
સાધુડાનો સંગ રાણા નહિં છુટે અમથો,
જનમોજનમની બંધાણી…મેવાડનાં રાણા…(5)
સંતો છે માત રાણા,સંતો પિતા મારા,
સંતોની સંગે હું લોભાણી…..મેવાડનાં રાણા …(6)
બાઇ મીરાં કહે પ્રભુ હિરીધર નાગર,
તમને ભજીને હું વેચાણી…..મેવાડનાં રાણા…(7)
નથી રે પીધાં અણજાણી,
મેવાડના રાણા,ઝેર તો પીધા જાણી જાણી.
વિના વિચાર સકલ જગ ભુલે – ભજન ગુજરાતી
SANTVANI DHAM,BHAJAN GUJARATI