કંથળનાથની ગોદડી – ૪ -ગુજરાતી સંતવાણી લીરીક્સ
KANTHALNATH NI GODADI – 4 – GUJARATI BHAJAN LYRICS COLLECTION
રચનાઃ દાસનાથ
મોડ રાજા કહે નાથજીને અને
પાંચ વરસ ક્યારે જાય,
કિલ્લાને વાંકો વાળી લે
રાજા શુભ કામ તારા થાય…પાંચ વરસ ક્યારે…
ક્રોધ કરીને રાજા બોલ્યો
કિલ્લો વાંકો નહીં થાય,
જલ્દી કરીને ઉઠી જાઓ
નાથજી કડીયા બોલાવું હમણાંય…પાંચ વરસ ક્યારે…
એમ કહી રાજા ઘરે ગયો
ને કડીયા બોલાવ્યા સઘડાય,
ડુંગર માથે કિલ્લો બાંધવો
ચાલો સરવે ત્યાંય…પાંચ વરસ ક્યારે…
ઝંડા ઝોળી ધુણો ઉપાડ્યો
ચાલ્યા ભોંયરા માંય,
રાજા કડીયાને બોલાવી આવ્યો
કિલ્લો બાંધવા ત્યાંય…પાંચ વરસ ક્યારે…
કિલ્લાનું કામ ચાલુ થયું ને
એક એક પથ્થર મંડાય,
દાસ નાથ કહે ગુરૂ ચરણે
ગોદડીમાં દોરા સીવાય…પાંચ વરસ ક્યારે…