કોઈ રોકી લ્યો રોકી લ્યો- રામાપીરનું ભજન
KOI ROKI LYO ROKI LYO RAMAPIR NE – BEST GUJARATI BHAJAN
કોઈ રોકી લ્યો રોકી લ્યો રામાપીરને રે જી,
રામાપીરની સમાધીયું ગળાય રે… ટેક.
એવી માલણ રે લાવે રૂડાં ફુલડા રે જી,
ઇ ફુલડામાં સુગંધ નહીં હોય રે…કોઈ રોકી લ્યો…
માતા મિનળદે જાલે રે ઘોડાના પેગડાં રે જી,
નેતલદેએ ઝાલી છે લગામ રે…કોઈ રોકી લ્યો…
વિરમદે રૂવે છે રંગ મહેલમાં રે જી,
ડેલીએ રૂવે છે દિવાન રે…કોઈ રોકી લ્યો…
હાટે રૂવે છે રે હાટ વાણિયા રે જી,
ચોરે રૂવે છે ચારણને ભાટ રે…કોઈ રોકી લ્યો…
હરીના ચરણે રે હરજી ભાટી બોલીયા રે જી,
દેજો અમને તમારા ચરણોમાં વાસ રે…કોઈ રોકી લ્યો…
જય શિવ ૐ કારા – ભોળાનાથની આરતી
PIR RAMDEV NUY BHAJAN