કૈસો કૈસો નુગરાથી નેડલો – ગુજરાતી ભજન ગીત
KESO KESO NUGARA THI NEDALO – BEST GUJARATI BHAJAN SONG
રચનાઃ ખીમ સાહેબ
કૈસો કૈસો નુગરાથી નેડલો,
એવો નુગરે જાલ્યો રે સતીનો છેડલો રે…
વાવ્યા વાવ્યા આંબલીયાના બીજ,
મારા કર્મે બાવળીયો ક્યાંથી ઉગીયો રે…
મંગાવો મંગાવો કવલી ગાયના દૂધ,
દૂધ રે બગડીયા સંતો નહીં જમે રે…
સંતો જાજો દેશને પરદેશ,
મારા મનના માનેલા મોતી લાવજો રે…
તૂટ્યો તૂટ્યો મારો નવસરો હાર,
એના મોતીડાં વેરાણા માણેક ચોકમાં રે…
વીણ્યા વીણ્યા લાખ ને બે લાખ,
મારા મનના માનેલા મોતી ના મળ્યા રે…
બોલ્યા બોલ્યા કાંય ખીમળીયો કોટવાળ,
મારા સંતો અમરાપુરમાં માલતા રે…