કૈલાશ જાવું અમરનાથ જાવું-ગુજરાતી જુના અને જાણીતા ભજનો
KAILASH JAVU AMARNATH JAVU -POPULAR GUJARATI BHAJAN LYRICS
રચનાઃ અનામી
કૈલાશ જાવું અમરનાથ જાવું,
હાલ તને હાલ ભોળાનાથ બતાવું…ટેક.
ભોળોનાથ વસે છે કૈલાશમાં
ઉમિયા માતાજી બેઠા સહવાસમાં,
દેવાધિદેવોના દેવ એ તો ભોળા
શંકર દેવ એની ભક્તો કરે સેવ,
રામ મહિમા ગાવું કે શિવ ગુણ ગાવું …હાલ તને હાલ…
ગંગાધારા બિરાજે ઝટાઝૂટમાં
ચોળી ભસ્મ શોભે છે એના અંગમાં,
ગલે શોભે મુંટમાળ ચંદ્ર શોભા
કરે ભાલ પહેરી બેઠા મૃગછાલ,
નિશકાર નિરખું ચિદાનંદ નિરખું…હાલ તને હાલ…
ભોળા ભંગ ઘૂંટે છે ઉમંગમાં ડાક
ડમરૂ બજાવે ન્યારા રંગમાં,
ભોળાના ગળામાં ભુજંગ સાધુ
સંતોની સંગ વાગે શંખ ને મૃદંગ,
નીલકંઠ કહેવું કે ચંદ્રશેખર કહેવું…હાલ તને હાલ…
બદ્રીનાથ વસે છે ઉત્તરમાં
નંદી શંકર બિરાજે કૈલાશમાં,
ત્રિલોચન નેપુર બાંધ્યા છે
પેરમાં તાંડવ નૃત્ય કરે છે આનંદમાં,
ભૂલેશ્વર મંડળના નાથ દયા કરજો
દિનાનાથ સદા રેજો એની પાર,
ભૂલેશ્વર જાવું ભૂતનાથ જાવું …હાલ તને હાલ..