YAMUNA TAT BANSI BAJAVE……. – GUJARATI BHAJAN
યમુના તટ બંસી બજાવે….. કૃષ્ણ ભજન
રચનાઃ થાર્યો ભગત
યમુના તટ બંસી બજાવે ,
અલી નિરખો નન્દ કો લાલ…..ટેક
પરીબ્રહ્મ આયે પૃથ્વી ઉપર,
વેશ ધર્યો ગોપાલ,
ભાગ્ય ખુલે હૈં મમ ભુમિ કે,
હરિ નાચત દે તાલ……..યમુના તટ બંસી . (1)
મુરલી અવાજ ગર્જે ગગન મેં,
પડઘા પડે પાતાલ,
ચૌદ ભુવન રણકારો ભર્યો હૈ,
મગન ભયે દિગપાલ……..યમુના તટ બંસી…(2)
સુરજ-ચાંદ સ્થિર ભયે નભ મેં,
ભૂલ ગયે નિજ ચાલ.,
યમુના સ્થિર તરંગનાં ઉઠત,
અચરજ ભયો હૈ ખ્યાલ……યમુના તટ બંસી …(3)
જિસકો નિગમ નેતી કર ગાવે,
લીલા કરત કમાલ,
થાર્યો કહે નયન ભરી નિરખે,
બ્રજ કે ગોપી ગોવાળ…..યમુના તટ બંસી….(4)
યમુના તટ બંસી બજાવે ,
અલી નિરખો નન્દ કો લાલ…
તારા રે ઘટમાં પિયુ બિરાજે – ભજનની દુનિયા
SANTVANIDHAM, SANTVANI-BHAJAN,GUJARATI BHAJAN