GUJARATI BHAJAN LYRICS
BHAJAN:192
KAHI DYO KAHI DYO KAIKEYI MAIYA….
ભજન ગુજરાતી
સંતવાણીની સુરાવલી
કહા દયો કહી દયો કૈકેય મૈયા…
કહી દયો કહી દયો ,કૈકેય મૈયાં,
કયાં કયા છે રામજી ભૈયા…ટેક
માતા આ શું કેર જ દિધો,
મુજ ભૈયાને વનવાસ દીધો,
તૂટયા તૂટયા મારા હૈયા…કહી દયો કહી…(1)
મુજ પિતાના પ્રાણ જ હરીયા,
મુજને દિધા દુઃખનાં દરીયા,
મારગ દયોને ધરતી મૈયા…કહી દયો કહી….(2)
કેમ સહેવાસે વનની વાટું,
ભૈયા કયા જઇ રહેશે રાતું,
સેવા લઇ ગયા લક્ષ્મણ ભૈયા…કહી દયો કહી….(3)
ભરતજી ચાલ્યા વનની વાટે,
અથડાતાં એ વાટે ને ઘાટે,
પુકારે છે રામજી ભૈયા…કહી દયો કહી….(4)
ચિત્રકુટ ઘાટે ભરતજી આવ્યાં,
ભૈયા રામને મન ભાવ્યાં,
ભેટયાં ભેટ્યાં તુલસી ભૈયા….કહી દયો કહી….(5)
SANTVANI DHAM ,BHAJAN LYRICS IN GUJARATI DOWNLOAD