BHALA VALA RE MARI BHERE REJO –SANTVANI -RAMAPIR NU BHAJAN
ગુજરાતી ભજન – ભાલા વાળા રે મારી ભેરે રેજો ….
રચનાઃ સુખરામ મારાજ
BHALA VALA RE MARI BHERE REJO – આ ભજન રામાપીરને વિનંતીનાં રૂપમાં સુખરામ મહારાજ દ્વારા લખવામાં આવ્યું છે.જેમાં રામદેવપીરને અરજી કરવામાં આવે છે કે હે રણુજાનાં રાજા તમે મારી ભેરે રેજો.હે દ્વારીકાનાં નાથ આ કળયુગમાં અમારું કોઇ નથી.અત્યારે સમય બહુ ખરાબ છે તેમાં તમે જ મારી રક્ષા કરજો.ખુબજ સુંદર રામાપીરનું ભજન ….
આ ભજનને અંહીંથી સાંભળો.
સ્વરઃ રામદાસ ગોંડલિયા
ભાલા વાળા રે મારી ભેરે રેજો,
રામ રણુજા વાળા રે,
દેવ દ્વારીકાવાળા રે પીર જી,
સમરૂં દ્વારીકા વાળા રે…..ટેક
કળીયુગમાં બીજું કોણ ઉગારે,
અદભુત ખેલ અત્યારે રે,
વિઘન સઘળાં કોણ વારે,
નજર કરો નેજાવાળા રે……ભાલા વાળા મારી.(1)
દુઃખ તણો હવે દરિયો ફેલ્યો,
મુળ ધરમ ઘણાંએ મેલ્યો રે,
યુગ તો આવ્યો આ તો છેલો,
નિશ્ચય કરો નિરાળા રે…..ભાલા વાળા મારી.(2)
પાપી પાખંડી સહુને પીરે
વખત પ્રમાણે વેડે રે,
કોઇ ન ચાલે ધરમને કેડે,
વાર કરો ઘોડા વાળા રે…ભાલા વાળા મારી.(3)
સુખરામ કહે રામા સન્મુખ રહેજો,
મુજરો માની લેજો રે,
અટકે આવી ઉભા રેજો,
સહાય કરો છોગાળા રે…ભાલા વાળા મારી.(4)
ભાલા વાળા રે મારી ભેરે રેજો,
રામ રણુજા વાળા રે,
દેવ દ્વારીકાવાળા રે પીર જી,
સમરૂં દ્વારીકા વાળા રે…..ભાલા વાળા મારી.(5)
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
GUJARATI BHAJAN LYRICS,SANTVANI BHAJAN , BHAJAN
DHARYO ME TO -ધાર્યો મેં તો ધુન ધણી પીર