BHAKTI KARATA CHHUTE MARA – GUJARATI BHAJAN
ભક્તિ કરતાં છુટે મારા પ્રાણ…. – ગુજરાતી ભજન સંતવાણી
ભક્તિ કરતાં છુટે મારા પ્રાણ,
પ્રભુ એવું માંગુ રે…
રહે જનમો જનમ તારો સાથ,
પ્રભુ એવું માંગુ રે….
ભક્તિ કરતાં છુટે મારા પ્રાણ…(1)
તારૂ મુખડું મનોહર જોયા કરૂ,
રાત દિવસ ભજન તારૂ બોલ્યા કરૂ,
રહે અંત સમયે તારૂ ધ્યાન,
પ્રભુ એવું માંગુ રે…..
ભક્તિ કરતાં છુટે મારા પ્રાણ……(2)
મારી આશા નિરાશા કરશો નહિ,
મારા અવગુણ હૈયે ધરશો નહિ,
શ્વાસે શ્વાસે રટું તારૂ નામ,
પ્રભુ એવું માંગુ રે…..
ભક્તિ કરતાં છુટે મારા પ્રાણ……(3)
મારા પાપને તાપ સમાવી લેજો,
તારા ભક્તને દાસ બનાવી લેજો,
દેજો આવીને દર્શન દાન,
પ્રભુ એવું માંગુ રે…..
ભક્તિ કરતાં છુટે મારા પ્રાણ…..(4)
ભક્તિ કરતાં છુટે મારા પ્રાણ,
પ્રભુ એવું માંગુ રે…
રહે જનમો જનમ તારો સાથ,
પ્રભુ એવું માંગુ રે….
ભક્તિ કરતાં છુટે મારા પ્રાણ…
હરિ કો બિકાને નીકલી ગુજરીયા – દેશી સંતવાણી
સંતવાણી-ભજન,GUJARATI BHAJAN LYRICS,SANTVANIDHAM