BELIDA BEDAL NO SANG NA KARIYE – GUJARATI BHAJAN LYRICS
બેદલનો સંગનાં કરીએ… સંતવાણી ભજન
રચનાઃ સંત રતનદાસ
બેદલ મુખસે મીઠાં બોલે‚ એની વાણીમાં વરમંડ ડોલે‚
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
કોયલડી ને કાગ દોનું બેઠાં આંબાડાળે જી‚
રંગ બેઉનો એક જ છે‚ ભાઈ !
રંગ બેઉનો એક જ છે‚ પણ બોલી એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ….
.હંસલો ને બગલો બેઉ બેઠાં સરોવર પાળે જી‚
રંગ બેઉનો એક જ છે‚ ભાઈ !
રંગ બેઉનો એક જ છે‚ પણ ચારો એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
શ્યામ મુખની ચણોઠડી ઈ તો હેમ સંગે તોળાય છે રે‚
તોલ બેઉનો એક છે‚ ભાઈ !
તોલ બેઉનો એક જ છે‚ એનાં મૂલ એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
ગુરુ પ્રતાપે ભણે રતનદાસ‚ સંત ભેદુને સમજાય જી‚
ધર્મરાજાને દ્વાર જાતાં‚
રભુજીને દરબાર જાતાં‚ આડી ચોરાશીની ખાણ..
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..