GUJARATI BHAJAN LYRICS
SANTVANI BHAJAN
GURU TARO PAR NA PAYO…..
સંતવાણી-ભજન
ભજન-47
ગુરૂ તારો પાર ન પાયો….
ગુરુ તારો પાર ન પાયો હે (૨) હે પૃથ્વી ના માલિક
હવે તમે રે તારો તો અમે હવે તરીએ હે જી …
હે જીરે સંતો ……… ગવરી ના પુત્ર હેજી ગણેશ ને સમરીએ
સમરીએ શારદા માત, વારી વારી ….હે. ……….(૧)
હે જીરે સંતો……. જમીન ને આસમાન વાલે મારે મુળ વિના માંડ્યા,
થંભ વિના આભ ને ઠેરાયો , વારી વારી …..હે ………(૨)
હે જીરે સંતો………. શૂન્ય રે શિખર પર એવો અલખ નો અખાડો
જ્યાં વરસે નુર રે સવાયો , વારી વારી ….હે………(૩)
હે જીરે સંતો……….ગગન મંડળ માં એક બાળક બોલે
બાળ એતો રામજી સ્વરૂપે સવાયો , વારી વારી ……હે ……(૪)
હે જીરે સંતો……..ગગન મંડળ માં એક ગૌવા રે વિયાણી
દૂધ એને ધરણી માં જમાયા, વારી વારી ………હે…….(૫)
હે જીરે સંતો……સંતો એ મળીને કર્યા રે વલોણા
માખણ એના કોઈક વિરલે પાયા, વારી વારી …..હે …….(૬)
હે જીરે સંતો………..સોભાજી નો ચેલો પંડિત “દેવાયત” બોલ્યા
ગુરુ તારો બડલો હે સવાયો ,વારી વારી …..હે …….(૭)
સંતવાણી ભજન,SANTVANI DHAM,SANTVANI BHAJAN LYRICS