SANTVANI – BHAJAN
GUJARATI BHAJAN LYRICS
AJAMAL RAJA AVI BHAKTI KARE….
ભજન-44
અજમલ રાજા આવી ભક્તિ કરે….
અજમલ રાજા,આવી ભક્તિ કરે,
પુનમે દ્વારીકામાં જાય…….એવી અજમલ
એવાં મિનળ દે કહે,સ્વામિ પુત્ર વિનાનાં રે…હો જી….
એ મનડા મારા રે ,મુંજાય (2)
જઇને રણછોડ રંગીલાને રીજવો,રે હો..જી…
દયાળુ છે દ્વારીકાનો નાથ(2) …….. એવી અજમલ
એવા ઉંમગ ધરીને અજમલ હાલીયા..રે…હો..જી
અને આવાં છે કાંઇ દ્વારીકાની માંય (2)
આવીને દેવળમાં ઉભા રહ્યા …રે..હો…જી
જોવાં લાગા દેવળિયાનાં રૂપ (2) …….. એવી અજમલ
એવા હુ રે પુછુ વીરા ,તને હું લળી….રે…હો…જી
ક્યાં છે દ્વારીકાનો નાથ (2)
મારે ચરણે નમવું છે ચત્રભુજને…રે…હો..જી
દુખ મારા ભાંગે દિ નો નાથ (2) …….. એવી અજમલ
એવી સાવ રે સોનાની અજમલ દ્વારીકા..રે..હો…જી
એનાં હિરલે જડા રે કમાડ (2)
સામા રે મહેલ હવે મારા નાથનાં રે….હો..જી…
વાલો મારો વસે સંમદર માય (2) …….. એવી અજમલ
એમાં દોડીને મારો રે અજમલે ધુબકો ..રે…હો…જી
દડબડ દિધી એને દોટ (2)
એવા આવીને પ્રભુજીને ભેટીયાં…રે…..હો…..જી
સુધારોને સેવકનાં રે કાજ (2) …….. એવી અજમલ
એવો આજ રે અજમલ કેમ મને ઓળખો…..રે …હો…જી
કોને તને આપ્યાં રે એંધાણ (2)
અહિં રે આવી પ્રભુ મેં ઓળખા……રે…હો…જી
વચને બંધાવ રે મારા રામ (2). …….. એવી અજમલ
એવાં હુ રે નમુ રે મારા નાથને રે….હો…જી…
પધારોને પોકરણ ગઢની માય (2)
એવાં મેણાંનો માર્યો પ્રભુ હું તો આવીયો…..રે…હો….જી…
વાંજીયા મેણા ભાંગો મારા નાથ(2) …….. એવી અજમલ
એવા એકાદશી એ અમે આવશું રે ….રે …હો…જી
પોકરણ લેશું રે અવતાર (2)
કંકુની નિશાની એ પગલાં પાડશું….રે….હો….જી…
પોઢશું પારણીયાની માય (2) …….. એવી અજમલ
એવા અકા રે દશીએ રામ દે , આવીયા….રે…હો…જી
પોકરણ લીધો રે અવતાર (2)
કંકુની નિશાની એ પગલાં પાડીયા રે…હો…જી
પોઢીયા પારણીયાની માય (2)
એ જી ધરા એવા રામાપીર નામ,
એવા સવગદ ચરણુનો હુ તો બાળકો…..રે…..હો….જી
ગુણ ગાય નારાયણ દાસ (2) …….. એવી અજમલ