EVA MONGHA NE- SANTVANI -BHAJAN
GUJARATI BHAJAN LYRICS – EVA MONGHA NE MATAM RE
BHAJAN-42
ભજન – સંતવાણી
એવા મોંઘા અને માતમ રે અજમલ…
એવા મોઘાંને માતમ રે અજમલ ઘરે બીજનાં રે હાં,
મહિમા એનો જાણે કો ક વીરલા સંત રે હાં…..એવા મોંઘા અને માતમ..
એવા બીજેને બીજે રે મહા ધરમ રોપીયો રે હાં,
અને પાટે પધારે કાંઇ રામદેવ પીર રે હાં,…..એવા મોંઘા અને માતમ…
નિજારી નર-નારી રે મેળા માટે આવીયા રે હાં,
અને કાઢ્યા કાઢ્યા કાંઇ દિલડા કેરા ડાઘ રે હા….એવા મોંઘા અને માતમ…
સતને અસત રે સાઘુ મુખે ન હોય રે હાં,
અને એ તો અણસતીયા નર કહેવાય રે હાં…એવા મોંઘા અને માતમ….
બાળીનાથ ચરણે રે સિદ્ધ રામાપીર બોલીયા રે હાં,
બોલ્યાં બોલ્યાં કાંઇ અલખધણીનાં આરાધ રે હાં….એવાં મોઘા અને માતમ….
એવા મોઘાંને માતમ રે અજમલ ઘરે બીજનાં રે હાં,
મહિમા એનો જાણે કો ક વીરલા સંત રે હાં…..એવા મોંઘા અને માતમ..
સંતવાણી-ભજન,પ્રાચીન ભજન,SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS