KANUDO SHU JANE MARI PRIT – SANTVANI BHAJAN
BHAJAN LYRICS – KANUDO SHU JANE MARI PID…
ભજન-38 – કાનુડો શુ જાણે મારી પીડ
કાનુડો શુ જાણે મારી પીડ,
બાઈ અમે બાળ કુંવારા રે,….કાનુડો શુ જાણે…..
જળ રે જમનાના અમે ભરવાને ગયા તાં રે વાલા,
કાનુડે ઉડાડ્યાં આછા નીર ,
ઉડ્યા એ તો ફર ર ર ર રે,….કાનુડો શુ જાણે…..
વનરા તે વનમાં વ્હાલે રાસ રચાયો ને,
સોળસો ગોપીનાં ફાડ્યાં ચીર,
ફાટ્યા ચ ર ર ર રે,….કાનુડો શુ જાણે….
જમુનાને કાંઠે વ્હાલો ગોધણ ચારે રે,
વાંસળી વગાડી ભાગ્યા ઢોર,
ભાગ્યા એવાં ભર ર ર ર રે,….કાનુડો શુ જાણે….
હું વૈરાગણ કાના તમારા નામની રે વાલા,
કાનુડે માર્યા છે અમને તીર,
વાગ્યા અમને અર ર ર ર રે,….કાનુડો શુ જાણે….
બાઈ મીરા કહે છે પ્રભુ ગિરધર નાગર વાલા,
કાનુડે બાળીને કીધા ખાક,
રાખ ઉડી ફર ર ર ર રે,….કાનુડો શુ જાણે….
ભજન-સંતવાણી , મીરાબાઇનાં ભજન,MIRABAI NA BHAJAN,SANTVANI DHAM
કરાર કિધો- KARAR KIDHO PARAMESHVAR THI