JOSHI MARA JOSH RE JUO- SANTVANI BHAJAN
ભજન-38-JOSHI MARA JOSH RE JUO NE
જોષી મારા જોષ રે જુઓ ને….
જોષી મારા જોષ તો જુઓ ,
અમને કે દાડે મળશે ઘેલો કાન.
સુખડા અમારાં વાલા રાઇ તલ જેવડા,
અને દુખડાં છે મેરૂ સમાન,
અમને કે દાડે મળશે ઘેલો કાન…જોષી મારા….
દુખડાની મારી હુ તો દુબળી પડી છું,
અને સુકાઇને થઇ છું બેહાલ,
અમને કે દાડે મળશે ઘેલો કાન….જોષી મારા…
પ્રીત કરીને મને પાંગળી કીધી ,
બાણે વિંધ્યા મારા પ્રાણ,
અમને કે દાડે મળશે ઘેલો કાન….જોષી મારા…
બાઇ મીરા કહે પ્રભુ ગીરીધરનાં ગુણ
ચરણોમાં રાખો મારા શ્યામ,
અમને કે દાડે મળશે ઘેલો કાન….જોષી મારા….
જોષી મારા જોષ તો જુઓ ,
અમને કે દાડે મળશે ઘેલો કાન.