PRACHIN BHAJAN
SANTVANI BHAJAN
DHAN DHAN HINDAVA PIR LAJIYA RAKHO NE….
ભજન -34
ધન ધન હિંદવા પીર લજિયા રાખોને…
તને સમરું હિંદવા પીર લજિયા રાખોને,
ધન ધન હિંદવા પીર લજિયા રાખોને,
લજિયા રાખી તમે ભક્ત પ્રહલાદની (2)
લોઢા સ્તંભની માય લજિયા રાખોને…..તને સમરું રામાપીર..
હે જી લજિયા રાખી તમે બાઇ મીરા ની (2)
ઝેર કટોરાની માય લજિયા રાખોને…તને સમરું રામાપીર..
હે જી લજિયા રાખી તમે નરસિંહ ભગતની (2)
જુનાગઢની માય લજિયા રાખોને…તને સમરૂ રામાપીર..
બીજ થાવરીયો ને પાઠ મંડાણો (2)
તારા ગામ રણુજાની માંય લજિયા રાખોને..તને સમરૂ રામાપીર..
હે જી હરીના ભાટી હરજી બોલ્યા.(2)
તારા બાનાની પત રાખ લજિયા રાખોને..તને સમરૂ રામાપીર..
SANTVANI DHAM,BHAJAN-SANTVANI,BHAJAN LYRICS