DESHI SANTVANI
TAME VISHVASU NAR NE NA VEDO MANA RAJ RE…..
BHAJAN LYRICS
ભજન-33
તમે વિશ્વાસુ નરને ના વેડો મારા રાજ રે….
તમે વિશ્વાસુ નરને ના વેડો મારા રાજ રે,
આ નર રે નુગરાની સાથે નેડલો ના કરીએ રે જી,
ધણી તારા નામનો રે પાઠ મંડાણો રે જી,
અને એની ઝળહળ જ્યોત જલે….મારા રાજ રે..
હાચા ખોટા બોલીએ તો આવે મંદિરીયે રે જી,
એ તો ઊભી રે બજારોમાં મ્હાલે ….મારા રાજ રે…
હંસલો ને બગલો બેઉ એક જ રંગના રે જી,
એ તો બેઠા સરોવરની પાળે ….મારા રાજ રે…
હંસલાને ચારો જોવે સાચા મોતીનો રે જી,
અને બગલો ખાય કાદવને ગારો ….મારા રાજ રે…
કોયલને કાગ બંને એક જ રંગના રે જી,
એ જી એ તો જઇને બેઠા આંબા ડાળે…મારા રાજ રે….
મીઠી રે લાગે ઓલી કોયલની બોલી રે જી,
એ જી એવી કડવી લાગે કાગ વાણી…મારા રાજ રે….
ગુરૂના પ્રતાપે સતી તોરલ બોલ્યા રે જી,
એ જી મારા સાધુડા અમરાપુરમાં મ્હાલે….મારા રાજ રે….