DAS SATTAR NI SAKHI
SAKHI:34
SANTVANI SAKHI
દાસ સત્તાર રચિત સાખીઓ
ભજન સંતવાણીની સાખીઓ -નિત જપું સતનામ
ભજનની શરૂઆતમાં ગવાતી સાખીઓ…
નિત જપું સતનામ સુંદર,શ્યામને ભુલું નહીં,
નિંદા થકી ગભરાઉ ના,સ્તુતિ થકી ફુલું નહી.
પ્રેમ મારો જે હતો, પહેલાં તે આજે પણ રયો,
મિત્ર ભાવે હું બંધાયો,ખોલો પણ ખુલું નહી.
થાય તું નારાજ,હું રાજી રહું તુજથી સદા,
તું મને ભૂલે ભલે પણ,હું તને ભુલું નહી.
છે ગુરૂ આધાર મારો,હું ગુરૂનો દાસ છું,
સદગુરૂ પાલવડે ઝુલું,અન્યથા ઝુલું નહી.
પ્રેમમય નિશદિન રહું,સત્તાર શા સત્સંગમાં,
માર્ગ જે મુજને મળ્યો,એ માર્ગથી ડુલુ નહીં.
ગુજરાતી સાખીઓ,સંતજનોની સાખીઓ