KIRTAN LYRICS GUJARATI
KIRTAN:29
BUDHIYA BETHA MANDIR MA JAI….
સંતવાણી કિર્તન ગીત
ગુજરાતી કિર્તન
બુઢિયા બેઠા મંદિરમાં જઇ….
બુઢિયા બેઠા મંદિરમાં જઇ,
ઘરમાં કોડીની કિંમત નઇ,
દીકરા દિકરી પરણાવ્યાં,
જાણે ઉપાધિ ઓછી થઇ…બુઢિયા બેઠા..(1)
ભાવે ભગવાનનું ભજન કરશું,
ત્યાં ધારણાં ધૂળ બની ગઇ,
ગાંઠે હતું તે પતાવી નાખ્યું,
છાનું ન રાખ્યું કાંઇ….બુઢિયા બેઠા…(2)
ઘરના માણસ કહે છાના મરો,
આવરદા વધતી ગઇ,
નવરા પડે ત્યારે ઘોડીયાની દોરી,
હજી હાથમાં રહી ગઇ…બુઢિયા બેઠા…(3)
કુટુંબમાં કોઇ કહેવું માને નહી,
આવરદા વધતી ગઇ,
ડોસોને ડોસી મંદિરે આવ્યા,
ચપટી ચોખા લઇ…બુઢિયા બેઠા…(4)
SANTVANI KIRTAN GEET,SANTVANI DHAM