SATSANG GUJARATI
KIRTAN:28
KAYA NA PINJARE PURAYO…
ખુબજ પ્રખ્યાત કિર્તન
કિર્તન ભજન ગુજરાતી
આ કાયામાંથી હંસલો રે…..
(રાગ-મંગળ મંદિર ખોલો)
કાયાના પીંજરે પુરાયો પરદેશી હંસા,
કાયાના પીંજરે પુરાયો…
માયાના મહેલમાં ફસાયો પરદેશી હંસા,
કાયાના પીંજરે પુરાયો…
સપના જેવી છે તારા સુખોની સાયબી,
તો યે તું મનમાં ફુલાયો,
કાયાના પીંજરે પુરાયો…
આંખ છતાં એ તું તો બન્યો આંધળો,
લાલચમાં તું લપટાયો,
કાયાના પીંજરે પુરાયો…
ઘડપણ ઘેરાયુંને ડોલ્યું જ્યાં પિંજરુ,
દુઃખનો દરીયો રેલાયો,
કાયાના પીંજરે પુરાયો…
છુટવાને માટે તું ફાંફા રે મારતો,
એવે ટાણે અકળાયો,
કાયાના પીંજરે પુરાયો…
SANTVANI DHAM,BHAJAN KIRTAN GUJARATI,ગુજરાતી કિર્તનગીત,કિર્તન બુક ગુજરાતી