BHAJAN KIRTAN
KIRTAN:27
EK DIN JAVU HARI NA DHAM MA…….
કિર્તન ગીત ગુજરાતી
કિર્તન સત્સંગ માળા
એક દિન જાવું હરિના ધામમાં…
એક દિન જાવું હરિના ઘામમાં,
ચેતીને ચાલજો રે સંસારમાં.એક દિન….(1)
જો જો એ દિવસ ઓચિંતો આવશે,
રહેજો ગોવિંદના ગાનમાં…એક દિન …(2)
એની ખબર કે સંદેશો નહી આવે,
મહી આવે તાર કે ટપાલમાં….એક દિન….(3)
લેશે જવાબ ત્યાં પાપ ને પુણ્યના,
સમજીને લેજો રે ધ્યાનમાં…એક દિન….(4)
મારાં મારાં જેને જેને માની રહ્યા છે,
ત્યાં તો એ નહી આવે કામમાં…એક દિન…(5)
ભાથું ભક્તિનું સાથે બાંધજો,
ભુલી ન જાશો બેભાનમાં….એક દિન….(6)
ભુલી ન જાશો ડાકોરવાસીને,
ચિત્ત રાખોને રણછોડરાયમાં…એક દિન….(7)
એક દિન જાવું હરિના ઘામમાં,
ચેતીને ચાલજો રે સંસારમાં.એક દિન…
SANTVANI GUJARATI KIRTAN SONG,SANTVANI DHAM