GUJARATI KIRTAN LYRICS
KIRTAN:26
HA RE TARE EK DIN JAVU PADASHE….
કિર્તન – સંતવાણી
સંત્સંગ મંડળમાં રોજ ગવાતું કિર્તન
હાં રે તારે એક દિન જાવું પડશે…..
હાં રે તારે એક દિન જાવું પડશે,
કરમ તારાં તને નડશે રે (2) જીવલડાં….હાં રે તારે..
હા રે તુ તો બાંધી મુઠ્ઠીએ આવ્યો,
હા રે તું નથી કાંઇ જગતમાં લાવ્યો,
માયેએ તને ભરમાયો રે (2) જીવલડાં…હા રે તારે…
હા રે તે તો પરાયું ભેગું કીધું,
હા રે તેને પોતાનું માની લીધું,
વિષયનું વિષ પીધું રે (2) જીવલડાં..હા રે તારે…
હા રે તુ તો ભુલી ગયો ઘર તારું,
હા રે તારી આગળ પાછળ અંધારું,
નીકળવાનું નથી બારું રે (2) જીવલડાં…હા રે તારે….
હા રે માટે સમજીને સત્સંગ કરજે,
હા રે તારા હું પદને દુર કરજે,
વાલાને નવ વિસરજે રે (2) જીવલડાં…હા રે તારે….
હા રે તેમાં મંગળ તારું થાશે,
હા રે તારા ઘટમાં ગોવિંદ જણાશે,
મરણ તારું મટી જાશે રે (2) જીવલડાં…હા રે તારે….
સંતવાણી ધામ કિર્તનમાળા,GUJARATI KIRTAN DOWNLOAD