BEST AARATI SONG
AARATI:04
UTARO AARATI SHREE KRUSHNA GHARE…..
સુમધુર આરતી
આરતી પાવન પ્રસંગે ગવાતી
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યાં….
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યાં,
માતા જશોદા કુંવર કાન ધરે આવ્યાં.
હરખને હુલામણે શામળિયો ઘરે આવ્યાં,
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યાં…..
દેવકીના જાયા માતા જશોદાને ધાવ્યા રે,
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યાં…..
જીણે જીણે ચોખલિયેને મોતીડે વધાવ્યાં રે,
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યાં…..
કાળુ ને કાબરીયુ કિધું,વેરીનું મન વરતી લીધું,
પાતાળમાં નાગ નાથ્યા,નાગણિયોને દર્શન દીધા,
કમળ ભારો લાવ્યા રે,
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યાં…..
પાણી માંથે પાળ બાંધી,લંકા ગઢનો કોઠો તોડ્યો,
રાવણને રણમાં રોળ્યો,વિભિષણને રાજ સોંપ્યું,
સીતા વારી લાવ્યા રે,
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યાં…..
નરસિંહ રૂપે નખ વધાર્યા,હરણાકંસને હાથે માર્યા,
પ્રહલાદને ઉગાર્યા રે,
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યાં…..
ગાયના ગવતરી કીધા,જમુનાજીમાં પાણી પાયા,
વ્રજની નારી આપે પરણ્યા,જ.કાર વરતાવ્યા રે,
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યાં…..
SANTVANI DHAM,AARATI SONG GUJARATI,
રૂઠડા રામને મનાવો-Ruthada Ram Ne Manavo