રૂઠડા રામને મનાવો-સંતવાણી ગણેશ સ્થાપના
ગુજરાતી ભજન -ગણેશ વંદના-
RUTHADA RAM NE MANAVO…..રૂઠડા રામને મનાવો
રૂઠડા રામને મનાવો ગરવા ગણેશને મનાવો,
શાયર જળ ભરીયા હો….જી….ટેક
રાજા રે કુડાને જેની પ્રજા કુડી રે પ્રજા કુડી,
એવા કુડા રે કલયુગના મેહુલા રે…શાયર જળ ભરીયા…(1)
નર રે કુડાને નારીયું કુડી રે નારીયું કુડી,
એવા કુડા રે કલયુગના નેડલા રે….શાયર જળ ભરીયા…(2)
ખારા રે સમદરીયામાં મીઠી એક વીરડી રે,
એવા ભવ રે સાગરીયામાં મોતી….શાયર જળ ભરીયા…(3)
ખારા રે ખેતરીયામાં બીજ મત વાવો રે,
એવા વણ રે જોતરીયે ગાડા જોડાવો….શાયર જળ ભરીયા…(4)
કહે રે પાલણ પુરી નુગરા મત રહેના,
એવા અમીરસ ગોળી ગોળી પીજો….શાયર જળ ભરીયા…(5)
ગુજરાતી ભજન,સંતવાણી ધામ,SANTVANI DHAM,GUJARATI BHAJAN