HEMANT CHAUHAN NU BHAJAN
BHAJAN:186
RANGAI JANE RANG MA…..
સુપરહિટ ગુજરાતી ભજન
પ્રખ્યાત હેમંત ચૌહાણના ભજન
તું રંગાઇ જાને રંગમાં…….
તું રંગાઇ જાને રંગમાં,તું રંગાઇ જાને રંગમાં,
સીતારામ તણાં સતસંગમાં,રાઘેશ્યામ તણાં તું રંગમાં,
તું રંગાઇ જાને રંગમાં,તું રંગાઇ જાને રંગમાં…..
આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતીરામ,પછી ક્યારે ભજીશું રામ,
શ્વાસ ખુટશે,નાડી તુટશે,
પ્રાણ નહી રે તારા અંગમા,
તું રંગાઇ જાને રંગમાં,તું રંગાઇ જાને રંગમાં…..
જીવ જાણતો જાજુ જીવશું,
મારું છે આ તમામ,પહેલાં અમર કરી લઉં નામ,
આતમ એક દિ ઉડી જોશે,
તારૂં શરીર રહેશે પલંગમાં,
તું રંગાઇ જાને રંગમાં,તું રંગાઇ જાને રંગમાં…..
ગઢપણ આવશે ત્યારે ભજશું,
પહેલા ઘરના કામ તમામ,પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિ ઉડી જાશે,
શરીર રહેશે પલંગમાં … રંગાઇ જાને રંગમાં
બત્રીસ જાતના ભોજન જમતો,
ભેળી કરીને ભામ, એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન પુણ્યથી દુર રહ્યો,
તું ફોગટ ફરે છે ઘમંડમાં ….. રંગાઇ જાને રંગમાં ….
રંગ રાગમાં ક્યારે ભજાશે,
રહી જાશે આંમને આમ,માટે ઓળખી લે આતમ રામ,
બાબા આનંદ હરી ઓમ અખંડ છે,
ભજી લે શિવની સંગમાં,
તું રંગાઇ જાને રંગમાં,તું રંગાઇ જાને રંગમાં….
તું રંગાઇ જાને રંગમાં,તું રંગાઇ જાને રંગમાં,
સીતારામ તણાં સતસંગમાં,રાઘેશ્યામ તણાં તું રંગમાં,
તું રંગાઇ જાને રંગમાં,તું રંગાઇ જાને રંગમાં…..
સંતવાણી ભજન સંગ્રહ,લોકપ્રિય ભજનો,SANTVANI BHAJAN,BHAJAN IN GUJARATI,
RANG DE CHUNARIYA – રંગ દે ચુનરીયા
આ ભજનને અંહીથી ડાઉનલૉડ કરો…