DESHI BHAJAN
BHAJAN:185
VIJALI NE CHAMAKARE MOTIDA PAROVA…..
ગંગાસતીના ભજનો
પ્રાચીન ભજનોનો સંગ્રહ
વિજળીને ચમકારે મોતિડાં પરોવો પાનબાઇ….
વિજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઇ,
અચાનક અંધારા થાશે રે,
જોત રે જોતાંમાં દિવસો વયા રે,જાશે પાનબાઇ,
એકવીશ હજાર છસો કાળ ખાશે રે….વિજળીના….
જાણ્યા જેવી આ છે વસ્તુ અજાણ પાનબાઇ,
અધુરીયાને નો કહેવાય રે,
ગુપત રસનો આતો ખેલ અટપટોને,
આંટી મેલો તો સમજાય રે…વિજળીના….
નિર્મળ થઇને પાનબાઇ આવો મેદાનમા ને,
ગુરૂનો દેખાડું તમને દેશ રે,
સજાતિ વિજાતિની જુગતી બતાવું જો,
બીબે પાડી દઉં બીજી ભાત રે….વિજળીને….
પીંડ રે બ્રહ્માંડથી પર છે ગુરૂજી પાનબાઇ,
એનો રે દેખાડું તમને દેશ રે,
ગંગા સતિ જોને એમ જ બોલ્યાને,
ત્યાં નહી માયા કેરો લેશ રે…વિજળીને….
વિજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઇ,
અચાનક અંધારા થાશે રે,
જોત રે જોતાંમાં દિવસો વયા રે,જાશે પાનબાઇ,
એકવીશ હજાર છસો કાળ ખાશે રે….વિજળીના….
SANTVANI DHAM ,GANGA SATI NA BHAJANO,ગુજરાતી બેસ્ટ ભજન,સંતવાણી ધામ ભજન વેબસાઇટ