JESAL TORAL NA BHAJAN
BHAJAN:182
JESAL KARI LE VICHAR…..
સંતવાણી ધામનાં ભજન
જેસલ તોરલનાં ભજનો
જેસલ કરી લે વિચાર….
જેસલ કરી લે વિચાર,
માંથે જમ કેરો માર,
સપના જેવો છે સંસાર,
તોળી રાણી કરે છે પોકાર,
આવોને જેસલ રાય,
આપણે પ્રેમ થકી મળીએ હો..જી..
એ જી પુરા સંત હોય ત્યાં ભળિયે હો…જી…
હિરલા એરણમાં ઓરાય,
માથે ઘણ કેરો માર,
ફૂટે ઇતો ફટકીયા કેવાય,
ખરાની ખળે ખબરૂ થાય,
આવોને જેસલ રાય,
આપણે પ્રેમ થકી મળીએ હો..જી..
એ જી પુરા સંત હોય ત્યાં ભળિયે હો…જી…
ગુરૂના ગુણનો નહીં પાર,
ભક્તિ ખાંડા કેરી ધાર,
નુગરા શું જાણે રે સંસાર,
એ જી એનો એળે ગ્યો અવતાર,
આવોને જેસલ રાય,
આપણે પ્રેમ થકી મળીએ હો..જી..
એ જી પુરા સંત હોય ત્યાં ભળિયે હો…જી…
અનુભવી આવ્યો છે અવતાર,
માથે સદગુરૂની છાંય,
જાવું છે ધણીને દરબાર,
બેડલી ઉતારે ભવપાર,
આવોને જેસલ રાય,
આપણે પ્રેમ થકી મળીએ હો..જી..
એ જી પુરા સંત હોય ત્યાં ભળિયે હો…જી…
SANTVANI DHAM,DESHI BHAJAN,દેશી ભજન,સતિ તોરલનાં ભજન,સંતવાણી ધામ