GUJARATI BHAJAN GEET
BHAJAN:179
RANAJI NE KAHEJO FARI ZER MOKALE……
ભજન સંતવાણી
ગુજરાતી ભજનોનો સંગ્રહ
રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે……
રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે,
મીરાબાઇ કરે છે મનવાર,
ઝેરને ઝીરવવા વ્હાલો મારો આવશે,
આત્માને એનો છે એતબાર…..રાણાજીને કહેજો…..
એજી હૈયુ રે ઠરે છે હોઠ ઝેર ઝીલતા રે,
રૂવે રૂવે દિવડાંનો ઝોકાર,
શ્વાસે શ્વાસે વસે રે મારો વિઠલો રે,
અંતરમાંથી ઉઠે છે એનો ઉદગાર…રાણાજીને કહેજો….
એ જી વહેમ રે ટળેને મળે મુને વિઠ્ઠલો રે,
સરે કાંઇ અરથ અપાર,
વાલીડાને વરીને ઓઢું એની ચુંદડી રે,
નહી કોઇ દુજાની મને આશ…રાણાજીને કહેજો….
એ જી ફેર રે મળે તો ફેરો નામનો રે,
પછી આવે ફેરે ફેરે બહુ ફેર,
એક જ રે ફેરામાં મીરાબાઇ શ્યામના,
એથી લાગે આવા મીઠા ઝેર…રાણાજીને કહેજો……
ભજન ગીતોની વેબસાઇટ,સંતવાણી ધામ,SANTVANI DHAM,BHAJAN LYRICS IN GUJARATI