GUJARATI HALARADA LYRICS
HALARADU:01
KHAMMA VIRA NE JAVU VARNE RE LOL….
ગુજરાતી હાલરડાંઓ
આપણી સંસ્કૃતિનાં હાલરડાં ગીતો
ખમ્મા વિરાને જાવું વારણે રે લોલ
ખમ્મા વિરાને જાવું વારણે રે લોલ,
મોંઘામૂલો છે મારો વિર જો…. ખમ્મા વિરાને (1)
એક તો સુહાગી ગગન ચાંદલો રે,
બીજો સુહાગી મારો વિર જો…ખમ્મા વિરાને (2)
રાજ તો વિરાજે રાજ મંદિરે રે લોલ,
પારણે વિરાજે મારો વિર જો…ખમ્મા વિરાને (3)
ચંપો ખીલે છે ફુલવાડીમાં રે લોલ,
કુળમાં ખીલે છે મારો વિર જો…ખમ્મા વિરાને (4)
આંગણે ઉજાસ મારે સૂર્યનો રે,
ઘરમાં ઉજાર મારો વિર જો…ખમ્મા વિરાને (5)
એક તો આંનદ મારા ઉરનો રે,
બીજો આનંદ મારો વિર જો…ખમ્મા વિરાને (6)
દેવે દીધી છે મને માવડી રે લોલ,
માવડીએ દિધો મારો વિર જો…ખમ્મા વિરાને (7)
SANTVANI DHAM , HALARADA GEET GUJARATI