ODHAJI MARA VAL NE VADHI NE……..GUJARATI BHAJAN LYRICS
સંતવાણી ભજન
ગુજરાતી ભજનો માટે આવો આ બ્લૉગ પર….
ઓધાજી મારા વાલાને…..
ઓધાજી મારા વાલાને વઢીને કે’જો રે,
માને તો મનાવી લેજો રે… મારા વાલાને વઢીને કે’જો રે….
મથુરાનાં રાજા થ્યા છો,ગોવાળોને ભુલી ગ્યા છો,
માનીતીને મોલે ગ્યા છો રે….મારા વાલાને વઢીને કે’જો રે….
એકવાર ગોકુળ આવો ,માતાજીના મોઢે થાઓ,
ગાયોને સંભાળી જાયો રે….મારા વાલાને વઢીને કે’જો રે….
વ્હાલાની મરજીમાં રેશું,જે કહેશે તે લાવી દેશું,
કુબજાને પટરાણી કહેશું રે…..મારા વાલાને વઢીને કે’જો રે….
તમે છો ભક્તોના તારણ,એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાય ભગો ચારણ રે….મારા વાલાને વઢીને કે’જો રે….
SANTVANI DHAM,KRISHNA BHAJAN
MAMATA MARE NAHI ENU – મમતા મરે નહીં એનું…
આ ભજનની MP3 FILE અહીંથી ડાઉનલૉડ કરો…