KANUDA NU KIRTAN
KIRTAN:20
DISCO KANA DISCO KANUDO TANA TAN CHHE…
આધુનિક કિર્તન
કિર્તન – સત્સંગ
ડિસ્કો કાના ડિસ્કો કાનુડો….
ડિસ્કો કાના ડિસ્કો કાનુડો ટનાટન છે,
દાંડીયાને ડિસ્કો કાનુડો ટનાટન છે….ડિસ્કો કાના…(1)
દુધડા દોહીને મેં તો માખણ વલોવ્યા,
માખણ ખાવા આવજે કાના,માખણ ટનાટન છે..ડિસ્કો કાના..(2)
કદમ્બની ડાળીએ મેં તો હિંચકો બંધાવ્યો,
હિંચકે ઝુલવા આવજે કાના હિંચકો ટનાટન છે….ડિસ્કો કાના (3)
ગોપીઓ બોલાવી મેં તો રાસ રચાવ્યો,
રાસ રમવા આવજો કાના,રાસ ટનાટન છે….ડિસ્કો કાના (4)
ડિસ્કો કાના ડિસ્કો કાનુડો ટનાટન છે,
દાંડીયાને ડિસ્કો કાનુડો ટનાટન છે….ડિસ્કો કાના..
SANTVANI DHAM ,FASHIONABLE KIRTAN GUJARATI