GUJARATI GEET
GEET -19
MITHA MADHU NE MITHA MEHULA RE LOL….
કવિશ્રી બોટાદકર રચિત ગીત
મા – જનેતાનો મહિમા
મીઠાં મધુને મીઠાં મેહુલા રે લોલ……
મીઠાં મધુને મીઠાં મેહુલાં રે લોલ,
એથી માઠી છે મોરી માત રે,
જનનીની જોડ સખી નહી જડે રે લોલ….
પ્રભુના એ પ્રેમ તણી પુતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે…જનની જોડ…
અમી ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલના ભરેલાં એના વેણ જો…જનનીની જોડ…
હાથ ગુંથેલ એના હિરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે….જનની જોડ…
દેવોને દુધ એનાં દોયલા રે લોલ,
શશીએ સીંચેલ એની સોડ્ય રે…જનની જોડ…
ગંગાના નીર તો વધે ઘટે રે લોલ,
સરખોએ પ્રેમનો પ્રવાહ રે…જનની જોડ…
વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ જો…જનની જોડ…
ચડતી ચંદાની દિસે ચાંદની રે લોલ,
એનો નહી આથમે ઉજાસ જો….જનની જોડ….
મીઠાં મધુને મીઠાં મેહુલાં રે લોલ,
એથી માઠી છે મોરી માત રે,
જનનીની જોડ સખી નહી જડે રે લોલ….
SANTVANI DHAM,KAVI SHREE BOTADKAR