GUJARATI GARBA LYRICS
GARBO:12
CHAPATI BHARI CHOKHA NE…
ગરબાની રમઝટ
લોકપ્રીય ગરબો
ચપટી ભરી ચોખાને ઘીનો છે દિવડો…..
ચપટી ભરી ચોખાને ઘીનો છે દિવડો,
શ્રીફળની જોડ લઇને રે,
હાલો હાલો પાવાગઢ જઇએ રે..
માના મંદિરીયેં સુથારી આવે,
સુથારી આવે માના બાજોઠ લાવે,
બાજોઠની જોડ લઇને રે,
હાલો હાલો પાવાગઢ જઇએ રે..
માને મંદિરીયે કંસુબી આવે,
કસુંબી આવે માની ચુંદડી લઇ આવે,
ચુંદડીની જોડ લઇને રે,
હાલો હાલો પાવાગઢ જઇએ રે..
માને મંદિરીયે સોનિડો આવે,
સોનિડો આવે માના ઝાંઝર લઇ આવે ,
ઝાંઝરની જોડ લઇને રે,
હાલો હાલો પાવાગઢ જઇએ રે..
માને મંદિરીયે માળિડો આવે,
માળિડો આવે માના હાર ગુંથી લાવે,
ગજરાની જોડ લઇને રે,
હાલો હાલો પાવાગઢ જઇએ રે..
માને મંદિરીયે ઘાંચીડો આવે,
ધાંચીડો આવે માના દિવડાં લઇ આવે,
દિવડાની જોડ લઇને રે,
હાલો હાલો પાવાગઢ જઇએ રે..
ચપટી ભરી ચોખાને ઘીનો છે દિવડો,
શ્રીફળની જોડ લઇને રે,
હાલો હાલો પાવાગઢ જઇએ રે..
SANTVANI DHAM,ગુજરાતી ગરબા ગીતો,ગરબા સંગ્રહ