GUJARATI KIRTAN
KIRTAN:19
BANSI VALO KANAIYO JARA KALO……
કિર્તન ભજન
સંતવાણી સત્સંગ કિર્તન
બંસી વાળો કનૈયો જરા કાળો છે…..
બંસી વાળો કનૈયો જરા કાળો છે,
જરા કાળો છે,નખરાળો છે,
બંસી વાળો કનૈયો જરા કાળો છે……
રાધા મોટીને નટવર નાનો છે,
તેમાં ચાર વરસનો ગાળો છે,
બંસી વાળો કનૈયો જરા કાળો છે……
રાધા કેવી નિશાળમાં તું ભણતી તી,
તારા સરવાળે મોટો ગોટાળો છે,
બંસી વાળો કનૈયો જરા કાળો છે……
રાધા કહે હું શ્યામ તને નહી પરણું,
અમે આહીરને તું ભરવાડો છે,
બંસી વાળો કનૈયો જરા કાળો છે……
રાધા રાણીને નારદ સમજાવે છે,
શ્યામ રૂપે હરી દેખાણો છે,
બંસી વાળો કનૈયો જરા કાળો છે……
બંસી વાળો કનૈયો જરા કાળો છે,
જરા કાળો છે,નખરાળો છે,
બંસી વાળો કનૈયો જરા કાળો છે….
SANTVANI DHAM,SANTVANI KIRTAN