KIRTAN LYRICS GUJARATI
KIRTAN:18
BOL MA BOL MA BOL MA RE…..
બોલમાં બોલમાં બોલમાં રે….
બોલમાં બોલમાં બોલમાં રે,
રાધાકૃષ્ણ વિના બિજું બોલમાં….
સાકર શેરડીનો સ્વાદ ત્યજીને,
કડવો લીમડો ઘોળમાં રે,
રાધાકૃષ્ણ વિના બિજું બોલમાં….
ચાંદા-સુરજનું તેજ ત્યજીને,
આગિયા સંગાથે પ્રિત જોડમાં રે,
રાધાકૃષ્ણ વિના બિજું બોલમાં….
હિરા માણેકને ઝવેરાત ત્યજીને,
કથીર સંગાંથે તેને તોલમાં રે,
રાધાકૃષ્ણ વિના બિજું બોલમાં….
બાઇ મીરા કહે વ્હાલાં ગીરીધર નાગર,
રહેજો સંતોની સંગમાં રે,
રાધાકૃષ્ણ વિના બિજું બોલમાં….
બોલમાં બોલમાં બોલમાં રે,
રાધાકૃષ્ણ વિના બિજું બોલમાં….
SANTVANI DHAM,BHAJAN KIRTAN