GUJARATI KIRTAN
KIRTAN : 15
AAVE BHALE SANKAT HAJAR…
કિર્તન માળા
સંતો ભક્તોના કિર્તનો
આવે ભલે સંકટ હજાર…..
આવે ભલે સંકટ હજાર ભગવાન મને ભરોસો તમારો,
પડે ભલે દુઃખડા હજાર ભગવાન મને ભરોસો તમારો….. (1)
વિઘન તો રોજ રોજ આવતાંને જાતાં,
શ્રધ્ધા અડગ મારી વિશ્વ વિધાતા,
તમે રૂદિયે રહેનાર ભગવાન મને ભરોસો તમારો,
પડે ભલે દુઃખડા હજાર ભગવાન મને ભરોસો તમારો…..(2)
જીવનની નૈયાના તમે છો સુકાની,
હાથ મારો ઝાલી પ્રભુ લેજો ઉગારી,
અરજી આ બાળની સ્વિકારો ભગવાન મને ભરોસો તમારો,
પડે ભલે દુઃખડા હજાર ભગવાન મને ભરોસો તમારો…..
આવે ભલે સંકટ હજાર ભગવાન મને ભરોસો તમારો,
પડે ભલે દુઃખડા હજાર ભગવાન મને ભરોસો તમારો…..
SANTVANI DHAM,
સત્સંગ કિર્તન ગુજરાતી,ગુજરાતી કિર્તન ગીતો