ACHAL VACHAN KOI DI – GUJARATI BHAJAN

ACHAL VACHAN KOI DI CHALE NAHI – SANTVANI BHAJAN IN GUJARATI


અચળ વચન કોઇ દિ ચળે નહિ….. -ગુજરાતી ભજન સંતવાણી

રચનાઃ ભક્ત કવિયત્રી ગંગાસતી


CLICK TO DOWNLOAD MP3


અચળ વચન કોઇ દિ ચળે નહિ, 

તે તો અહોનિશ ગાળે ભલે વનમાંય,

સદગુરૂ સાનમાં પરિપૂરણ સમજીયાં,

તેને અહંભાવ આવે નહીં મનમાય ….ટેક


 શરીર પડે પણ વચન ચૂકે નહીં,

ગુરૂજીનાં વેચ્યાં તે તો વેચાય,

બ્રહ્માદિક આવીને મર ને લિયે પરીક્ષા,

પણ બીજો બોધ નો ઠેરાય…અચળ વચન..(1)


 મરજીવા થઇને કાયમ રમવું પાનબાઇ,

વચમ પાળવું સાંગો પાંગ,

ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે,

તેનો નહિ લાગે તમને ડાઘ….અચળ વચન…(2)


 જીવન મુક્તિની દશા પ્રગટશે,

હાની ને લાભ મટી જાય,

આશાને તૃષ્ણા એકે નહિ ઉરમાં,

પૂરણ નિજારી ઇ કહેવાય…અચળ વચન..(3)


 દ્રઢતા રાખો તો એવી રીતે રાખજો,

જેથી રીઝે નકળંગ રાય ,

ગંગાસતી એમ બોલીયા,

તેને નહી નાયા કેરી છાંય…અચળ વચન..(4)


અચળ વચન કોઇ દિ ચળે નહિ, 

તે તો અહોનિશ ગાળે ભલે વનમાંય,

સદગુરૂ સાનમાં પરિપૂરણ સમજીયાં,

તેને અહંભાવ આવે નહીં મનમાય ….


વાદળી આકાશમાં આવી – દેશી ભજન સંતવાણી


GANGASATI NA BHAJAN,SANTVANI DHAM


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago