SANTVANI

AGAL NA JUG EVA HATA – આગળનાં જુગ એવા હતાં

AGAL NA JUG EVA HATA – SANTVANI BHAJAN GUJARATI


આગળના જુગ એવા હતા … ગુજરાતી ભજન ગીત

રચના- સંત શ્રી મેકરણ દાદા કાપડી -કચ્છ


AGAL NA JUG EVA HATA – આ ભજન કચ્છનાં પ્રખ્યાત સંત દાદા મેકરણે રચ્યું છે,જેમાં તેમણે પોતાની ગુઢ વાણીને શબ્દોથી મઢીને રજુ કરી છે.આ ભજનમાં પૃથ્વી પરનાં ચાર યુગોની વાત કરી છે,સતયુગ,દ્વાપર યુગ,ત્રેતા યુગ અને કળિયુગ.એમાં પહેલાં યુગો કેવા હતાં અને આજના આ કળિયુગની સ્થિતિ કેવી છે તેને સંત  કવિએ આપણી સામે મુકી છે.


આ ભજનને અંહીથી સાંભળો..

સ્વર- પુરૂષોત્તમ પરી


આગળના જુગ એવા હતા,

એને સંત વિરલા જાણતાં,

અલખધણીનું આરાધ કરતા,

આરાધે ઘણી મારો આવતાં …..ટેક


ભાઇ પાંચ વર્ષે પુત્ર જન્મતા,

અને પચાસે પારણું બાંધતા,

સોએ વર્ષે સગપણ કરતાં,

હજારે એને પરણાવતાં …… આગળના જુગ ….


આગળના હિરા એવા હતા,

જે પત્થરને અનુમાન હતા,

ચાંદો સુરજ તેદી દોનું નોતા,

હિરાનાં પ્રકાશ હતાં …… આગળના જુગ …..


આગળની ગાય ભેંસ એવી હતી,

જે હાથીને અનુમાન હતી,

ભાઇ અનાજના તેદી બીજ નોતા.

દૂધ પી નર જીવતા …… આગળના જુગ …..


આગળના નર નારી એવા હતા,

જે એક જ આસને પોઢતા,

કરમ ધરમ તેદી દોનું નોતા,

અરે નજરૂના ફળ લાગતા …… આગળનાં જુગ ……


ત્રણ ત્રણ જુગ તો હાલ્યા ગયા,

ચોથાનાં પ્રમાણ થયા,

ગુરૂ પ્રતાપે ગાય દાદો મેકરણ,

એ આગળનાં એંધાણ હતા ……. આગળનાં જુગ …..


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.

CLICK TO DOWNLOAD


GUJARATI BHAJAN LYRICS,BHAJAN SANTVANI

ME SIPAHI SATGURU KA – મેં સિપાહી સદગુરૂ કા સચ્ચા


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago