Categories: BHAJANSANTVANI

AJAMAL RAJA AVI BHAKTI KARE-BHAJAN LYRICS


SANTVANI – BHAJAN

GUJARATI BHAJAN LYRICS

AJAMAL RAJA AVI BHAKTI KARE….

 

ભજન-44

અજમલ રાજા આવી ભક્તિ કરે….

અજમલ રાજા,આવી ભક્તિ કરે,

પુનમે દ્વારીકામાં જાય…….એવી અજમલ

એવાં મિનળ દે કહે,સ્વામિ પુત્ર વિનાનાં રે…હો જી….

એ મનડા મારા રે ,મુંજાય (2)

જઇને રણછોડ રંગીલાને રીજવો,રે હો..જી…

દયાળુ છે દ્વારીકાનો નાથ(2)     ……..    એવી અજમલ

એવા ઉંમગ ધરીને અજમલ હાલીયા..રે…હો..જી

અને આવાં છે કાંઇ દ્વારીકાની માંય (2)

આવીને દેવળમાં ઉભા રહ્યા …રે..હો…જી

જોવાં લાગા દેવળિયાનાં રૂપ (2)     ……..    એવી અજમલ

એવા હુ રે પુછુ વીરા ,તને હું લળી….રે…હો…જી

ક્યાં છે દ્વારીકાનો નાથ (2)

મારે ચરણે નમવું છે ચત્રભુજને…રે…હો..જી

દુખ મારા ભાંગે દિ નો નાથ (2)      ……..    એવી અજમલ

એવી સાવ રે સોનાની અજમલ દ્વારીકા..રે..હો…જી

એનાં હિરલે જડા રે કમાડ (2)

સામા રે મહેલ હવે મારા નાથનાં રે….હો..જી…

વાલો મારો વસે સંમદર માય (2)     ……..    એવી અજમલ

એમાં દોડીને મારો રે અજમલે ધુબકો ..રે…હો…જી

દડબડ દિધી એને દોટ (2)

એવા આવીને પ્રભુજીને ભેટીયાં…રે…..હો…..જી

સુધારોને સેવકનાં રે કાજ (2)       ……..    એવી અજમલ

એવો આજ રે  અજમલ કેમ મને ઓળખો…..રે …હો…જી

કોને તને આપ્યાં રે એંધાણ (2)

અહિં રે આવી પ્રભુ મેં ઓળખા……રે…હો…જી

વચને બંધાવ રે મારા રામ (2).      ……..    એવી અજમલ

એવાં હુ રે નમુ રે મારા નાથને રે….હો…જી…

પધારોને પોકરણ ગઢની માય (2)

એવાં મેણાંનો માર્યો પ્રભુ હું તો આવીયો…..રે…હો….જી…

વાંજીયા મેણા ભાંગો મારા નાથ(2)       ……..    એવી અજમલ

એવા એકાદશી એ અમે આવશું રે ….રે …હો…જી

પોકરણ લેશું રે અવતાર (2)

કંકુની નિશાની એ પગલાં પાડશું….રે….હો….જી…

પોઢશું પારણીયાની માય (2)        ……..    એવી અજમલ

એવા અકા રે દશીએ રામ દે , આવીયા….રે…હો…જી

પોકરણ લીધો રે અવતાર (2)

કંકુની નિશાની એ પગલાં પાડીયા રે…હો…જી

પોઢીયા પારણીયાની માય (2)

એ જી ધરા એવા રામાપીર નામ,

એવા સવગદ ચરણુનો હુ તો બાળકો…..રે…..હો….જી

ગુણ ગાય નારાયણ દાસ (2)     ……..    એવી અજમલ

ગુજરાતી ભજન – સંતવાણી,SANTVANI DHAM

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago