ALAM NI ASAVARI – GUJARATI BHAJAN LYRICS
આલમની આસવારી જે દી – ભજન સંતવાણી
રચનાઃસંત સવારામ બાપા
આલમની અસવારી જે દી આવશે રે હાં,
લેવા સાચા ની સંભાળ,
ત્રિલોકી તખતે બિરાજશે,
નાથ મારો નીઝાર….. ભરોસે રેજો મારા ભાઈલા…..
નીઝારને બાવો નવાજશે રે હાં,
ખેદે કુડા ને કિરતાર,
અદલું તોળાશે આલમ આંગણે,
હરિજનો રેજો હોશિયાર….. ભરોસે રેજો મારા ભાઈલા……
જૂની સમાધિના નર જાગશે રે,
હાં શુરા સામંતને સધીર,
ધરમના નીવેડા ધણી માગશે,
મળશે ચારે જુગના પીર…..ભરોસે રેજો મારા ભાઈલા…..
પલટેલા નરને બાવો પલશે રે,
હાં ઘાણા ઘાલીને તે વાર,
તેલ તો કપાળના કઢાવશે,
તેની બળશે મશાલ…… ભરોસે રહેજો મારા ભાઈલા…..
પીરૂની પિરાયુ બાવો પૂછશે રે,
હાં ખળને ને કાપે ખાંડાધાર,
સાખ્યુ ભરાશે સજોડા તણી,
કરશે વીસ વાસીની વાર…… ભરોસે રેજો મારા ભાઈલા……
ગુરુ લોતિકને બાવો ગળે બેસે રે હાં,
તોબા ખેંચાવે તે વાર,
ગુન્હાની શિક્ષા નકળંગ આપશે,
કોઈ સુણે નહિ પોકાર…… ભરોસે રેજો મારા ભાઈલા….
સદગુરુના ચરણા નવ ચૂકશો રે હાં,
ખાલી મળશો ખુવાર,
સવો ફુલગરજીનો બાળકો,
મીરા રાજા દેશે માર….. ભરોસે રેજો મારા ભાઈલા…….