GUJARATI AARATI LYRICS
AARATI:05
ANAND MANGAL KARU AARATI….
ગુજરાતી આરતી ગીત
આરતી સંગ્રહ સંતવાણી ધામ
આનંદ મંગળ કરૂ આરતી…..
આનંદ મંગળ કરૂ આરતી,
હરી ગુરૂ સંતની સેવા….ટેક
પ્રેમ ધરીને મારે મંદિરે પધરાવું,
સુંદર સુખડાં લેવાં…આનંદ મંગળ…(1)
અડસઠ તિરથ સંતોના ચરણે,
ગંગા યમુના રેવા…આનંદ મંગળ…(2)
સંત મળે તો મહાસુખ પામું,
ગુરૂજી મળે તો મીઠા મેવા….આનંદ મંગળ…(3)
જેને આંગણ તુલસીનો ક્યારો,
શાલિગ્રામની સેવા….આનંદ મંગળ…(4)
અધમ ઉધારણ પતિત પાવન,
દીનદયાળુ દેવા….આનંદ મંગળ…(5)
ત્રિભુવન તારણ ભક્ત ઉદ્ધારણ,
પ્રગટ્યા દર્શન દેવા….આનંદ મંગળ….(6)
કહે પ્રિતમ ઓળખો અણસારે,
હરિના જન હરિ જેવાં….આનંદ મંગળ (7)
આનંદ મંગળ કરૂ આરતી,
હરી ગુરૂ સંતની સેવા….
આરતી ભજન,ભગવાનની આરતી,SANTVANI DHAM,AARATI IN GUJARATI