BHAJAN

APARAM PAR PRABHU – અપરમ પાર પ્રભુ અવગુણ

APARAM PAR PRABHU AVAGUN MORA – BHAJAN SONG GUJARATI


અપરમ પાર પ્રભુ અવગુણ મોરા – ગુજરાતી ભજન

રચનાઃ સંત તુલસીદાસ


APARAM PAR PRABHU – આ ભજન સંત મહાત્મા તુલસીદાસ દ્વારા રચવામાં આવેલું છે,જેમાં તેમણે એક માનવ તરીકે સ્વીકાર કર્યો છે કે હે પ્રભુ અમારા અવગુણ અપરમ પાર છે,અમને માફ કરી દ્યો.હું દયા ધરમમાં કાંઇ જાણતો નથી,ને ફક્ત અધર્મ જ કરું છું,હું પાપી છું,જુઠુ બોલું છું તેમજ મારી દ્રષ્ટ્રીમાં ખોટ છે.મેં ભક્ત અને સાધુઓને ખુબજ દુભવ્યા છે.ગરીબો અને મા બાપને હેરાન કર્યા છે.મારામાં તમામ અવગુણ ઘર કરી ગયા છે.ભજનમાં મને ઉંધ આવે છે પણ નિંદામાં ખુબ મજા આવે છે.આવું એક મનુષ્યનું ચિત્ર અંહી પ્રદર્શિત થાય છે.


આ ભજનને અહીંથી સાંભળો..

સ્વરઃવિજય ગઢવી


અપરમ પાર પ્રભુ અવગુણ મોરા ,

માફ કરોને મુરારી રે,

અપરમ પાર પ્રભુ અવગુણ મોરા …….


દયા ધરંમની વાત ન જાણું,

અધરમનો અધિકારી રે,

પાપી પુરો હું જુઠો બોલો,

બહુ નિરખું પર નારી રે …..

અપરમ પાર પ્રભુ અવગુણ મોરા …..


સાધુ દુભાવ્યા બ્રાહ્મણ દુભાવ્યા,

ભક્ત દુભાવ્યા ભારી રે,

માતા-પિતા બંનેને દુભાવ્યા,

ગરીબ કો દિની ગાલી રે ……

અપરમ પાર પ્રભુ અવગુણ મોરા ……


ભજન થાય ત્યાં નિદ્રા આવે,

નિંદા લાગે બહુ પ્યારી રે,

મિથ્યા સુખમાેં આનંદ વરતુ,

બહુ કરૂં હુશિયારી રે……

અપરમ પાર પ્રભુ અવગુણ મોરા …..


સંસાર સાગર મહાજળ ભરીયો,

સઘળે ભર્યો ભારી રે,

તુલસીદાસ કહે ગરીબની વિનંતી,

અબ તો લ્યોને ઉગારી રે ….

અપરમ પાર પ્રભુ અવગુણ મોરા …….


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો

CLICK TO DOWNLOAD


SANTVANI DHAM ,BHAJAN GUJARATI

PRITAM VAR NI CHUNDADI – પ્રીતમ વરની ચુંદડી


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago