BHAJAN

ARAJI SUNI NE AAYI -અરજી સુણીને આઇ આવતી તી રે..

ARAJI SUNI NE AAYI -માતાજીની ચરજ

અરજી સુણીને આઇ આવતી તી રે ……સંતવાણી ભજન -ARAJI SUNI NE AAYI

રચનાઃચારણ કવિ નંગાભાઇ મસુરા


આ ભજન અંહિથી સાંભળો.

સ્વરઃ કિર્તીદાન ગઢવી

ઓડીયોનીં લંબાઇઃ10.36 મિનિટ


ચારણ કવિ શ્રી નંગાભાઇ મસુરા દ્વાર રચિત માં ભગવતી આઇશ્રી ખોડલને અરજીનાં રૂપમાં રચાયેલી આ એક ચરજ છે,જેમાં જુનાગઢનાં રા નવઘણની વારે માતાજી ખોડીયારે સિંઘમાં સહાય કરી હતી,તે બાબતને હ્રદયસ્પર્શી રીતે કવિએ અંહિ રજુ કરી છે.રા નવઘણની બહેન જાહલને સિંધનો સુમરો હમીર ઉપાડીને લઇ ગયો હતો.અને તેની કેદમાં રહેલી બેની જાહલે પોતાના ભાઇ રા નવઘણને એક ચિઠ્ઠી લખીને મોકલી,જે સંદેશો મળતાં જ બેનીની વારે જુનાગઢનું લશ્કર લઇને નવઘણ હાલી નિકળ્યો. ત્યારે વચ્ચે માતાજીએ વરૂડીનું રૂપ લઇને નવઘણની સહાય કરી.જુનાગઢનાં ભુખ્યા લશ્કરને માતાજીએ કુલડીમાં જમાડ્યું,એટલું જ નહી પણ સિંધ અને નવઘણ વચ્ચે આડો અડચણ રૂપ દરીયો હતો.તે દરીયામાં મા વરૂડીએ મારગ કરી આપ્યો.અને આમં માતાજીની કૃપાથી પોતાની બહેન જાહલની રક્ષા રાનવઘણે કરી..તે પ્રંસગને કવિએ પોતાની કલમથી આ ચરજમાં કંડારી લિધો છે.


અરજી સુણીને આઇ આવતી તી રે,

મારો સાદ સુણીને આઇ આવતી તી રે,

ખોડલમાં ખમકારી

હે મા ખોડલમાં હો ખમકારી ….ટેક


નવઘણ આવ્યો વરૂડી નેસડે,

માને લળી લળી લાગ્યો પાય,

મા એ હેતથી હાથ લંબાવિયા,

ઓવારણા લીએ આઇ,

વરૂડી બનીને વિનવતી તી રે,

વીરાના ઘોડલા વાળતી તી રે ……

ખોડલમાં હો ખમકારી…….


ચુલે ચડાવી નાની કુલડી,

એમાં અખૂટ દૂધ ઉભરાય,

વ્હાલથી ખવડાવતી વીરને,

તે દી હૈયું મા નું હરખાય,

પ્રેમથી દૂધડા પીવડાવતી તી રે,

કૂલડીએ કટકને જમાડતી તી રે ….

ખોડલ મા રે ખમકારી ……


સેના લઇને નવઘણ હાલીઓ,

એને દરીયો આડો અપરંપાર,

મારગ બતાવજે માવડી,

મારે જાવું જાહલની વાર,

ચકલી બનીને ભાલે આવતી તી રે,

દરીયામાં ઘોડલા દોડાવતી તી રે,

ખોડલમાં રે હો ખમકારી …..


નવઘણ જંગમાં જીતીયો,

અને હાર્યો સુમરો હમીર,

બંદી ખાનેથી છોડાવી બેનડી,

અને સુખના વાયા સમીર,

લાજુ સોરઠની રાખતી તી રે,

ચારણ નંગાની ભીડ ભાંગતી તી રે…..

ખોડલમાં રે હો ખમકારી ……


આ ભજન અંહિથી ડાઉનલૉડ કરો .

MP3 FILE: 9.74 MB

CLICK HERE TO DOWNLOAD


SANTVANI DHAM,SANTVANI BHAJAN GUJARATI

એવી શબ્દ કટારી લાગી રે …પ્રાચીન ભજન


SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago