DAS SAVA NA BHAJAN

BAHU KANADE CHHE KANO-બહુ કનડે છે કાનો

BAHU KANADE CHHE KANO RE -ગુજરાતી રાસ ગીત


બહુ કનડે છે કાનો રે માતાજી -RAS GARABI GUJARATI LYRICS

રચનાઃ સવારામ બાપા


આ રાસનો ઓડીયો અંહીથી સાંભળો.

સ્વરઃ રામદાસ ગોંડલિયા


BAHU KANADE CHHE KANO-બહુ કનડે છે કાનો – એક રાસ ગીત છે,જે પિપળી ધામનાં સંત શ્રી સવારામ બાપા દ્વારા રચવામાં આવેલી કૃત્તિ છે.જેમાં ભગવાન શ્રીકૃષ્ણ ફરીયાદ માતા જશોદાને કરવામાં આવે છે,હે મા તમારો કાનો હવે બહુ કનડે છે.તે આમારા સુતેલા છોકરાને જગાડી દે છે,તેઓને છાના માના ચુટીયા ભરે છે.અમારી માણસો હોય ત્યાં મશ્કરી કરેછે.મહીં ભરેલા માટલાઓ છીંકે ઉતારી લે છે.આ બધી બાબતની ફરીયાદ ગોપીઓ માતા જશોદાને કરે છે.


બહુ કનડે છે કાનો રે ,

માતાજી અમને બહુ કનડે છે કાનો ….ટેક


સુતેલાં છોકરાને જઇને જગાડે,

ચુંટીયા ભરે છે છાનો માનો રે ….. માતાજી અમને …


માણસ દેખીને મારી કરે છે મશ્કરી,

એવો શું છે એનો સ્વભાવ રે …. માતાજી અમને ….


મહીંના માટ વાલો ,છોડે રે છીંકેથી,

નથી હવે કાંય નટવર નાનો રે ….માતાજી અમને ……


શું કરીએ આવે શરમ તમારી રે,

નકર નથી માણસ કાંય દાનો રે ….. માતાજી અમને …..


દાસ સવો કહે એને વારો રે મા  જશોદા,

એને બોધ ન લાગે બીજાનો રે  …… માતાજી અમને ….


આ રાસ ગરબી અંહીથી ડાઉનલૉડ કરો ….

CLICK TO DOWNLOAD


SANTVANI RAS GARBA,RAS SONG IN GUJARATI

MOGAL CHHEDATA KALO -મોગલ છેડતા કાળો નાગ


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago