BANA NI PAT RAKH -દેશી ગુજરાતી ભજન
પ્રભુજી તારા બાનાની રાખ -santvani bhajan -BANA NI PAT RAKH
રચનાઃનરસિંહ મહેતા
BANA NI PAT RAKH – આ પદ ભક્ત કવિ નરસિંહ મહેતા દ્વારા રચવામાં આવ્યું છે,જેમાં ભક્ત ભગવાનને ઠપકો આપતાં કહે છે કે હે પ્રભુ તારા બાનાની પત રાખ.કારણ કે તારો ભગત તારા વિશ્વાસે ગમે તે કરી છુટવા તૈયાર હોય છે.તેનો વિશ્વાસ ક્યારેય ન તોડતાં.તેઓ આ ભજનમાં રોહિદાસજી સૈનભગત પ્રહલાદ સુધનવા દ્રોપદી,ગજરાજ,મીરાબાઇ વગેરે ભક્તોનાં ઉદાહરણો આપ્યાં છે.એટલે નરસિંહ મહેતા ભગવાનને કહે છે કે હમેંશા તમે જ્યારે જ્યારે જરૂર પડી છે,ત્યારે ત્યારે ભક્તોનાં કામ કર્યા છે.તેથી તમારા પર તમારા ભક્તો વિશ્વાસ મુકે છે,તો તેના બાનાની પત રાખજો.
આ ભજનને સાંભળવા અંહી ક્લિક કરો ….
આ ભજનની લંબાઇ – 10.31 મિનિટ
સ્વરઃ નારાયણ સ્વામી
બાનાની પત રાખ,
પ્રભુ તારા બાનાની પત રાખ,
બાના માટે જો દુઃખ થશે તો,
કોણ જપે તારા જાપ ….. ટેક
રોહીદાસની તમે રાબડી પીધીને,
નવ જોઇ નાત કે જાત,
સૈન ભગત માટે સન્મુખ રહીને,
તમે નાઇ કહેવાણા છો નાથ …. બાનાની પત ….
પ્રહલાદની તમે પ્રતિજ્ઞા પળી,
સ્થંભમાં પુર્યો વાસ ,
તાતી કડા તમે શીતળ કીધી,
સુધનવાને કાજ …. બાનાની પત ….
પાંચાળીના તમે પટકુળ પુર્યા,
રાખી સભામાં લાજ,
સાગરમાં ડુબતો તાર્યો,
હરી કહેતા ગજરાજ ….. બાનાની પત …..
ઝેર હતા તેનાં અમૃત કીધાં રે,
આપ્યા મીરાને હાથ,
મેતાને માડલિક મારવા આવ્યો ત્યારે,
કેદારો લાવ્યાં મધરાત ….. બાનાની પત ….
ભક્તોનાં તમે સંકટ ભાંગ્યા ત્યારે,
દ્રઢ આવ્યો વિશ્વાસ,
મહેતા નરસિંહના સ્વામિને વિનવું,
પુરો અંતરની આશ ….બાનાની પત ….
આ ભજનને અંહીંથી ડાઉનલૉડ કરો ….
MP3 FILE: 6.53 MB
GUJARATI SANTVANI BHAJAN,SANTVANI DHAM,BHAJAN LYRICS
BHAJI LE NE NARAYAN NU-ભજી લે ને નારાયણનું નામ