Categories: GEETLOK GEET

BEST LOKGEET -GHAMMAR GHAMMAR MARU

GUJARATI  LOK GEET

LOK GEET:

GHAMMAR GHAMMAR MARU ….

ગુજરાતી ગીતો – કાન-ગોપીનો ગીતો

લોકગીત

ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે……

ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે,
શ્યામ આવીને મારી મટુકી ફોડે,
મટુકી ફોડેને મારા મહિડા ઢોળે,
શ્યામ આવીને મારી મટુકી ફોડે….(1)
મથુરાની જેલમાં કાનો જ જનમ્યો,
વાસુદેવે લઇને ટોપલાંમાં મેલ્યો,
ગોકુળિયામાં (2) મેલવાને જાય વાસુદેવ…શ્યામ આવીને (2)
બેય કાંઠામાં જમુનાજી વહે છે,
વાસુદેવ મનમાં ઘણાં મુંઝાય છે,
જમનાજીમાં (2) કેડીયું પાડે મારો શ્યામ…શ્યામ આવીને (3)
નંદબાવાને ઘેર નવલાખ ધેનું,
માતા જશોદા મહિડાં વલોવે,
ગોપીઓના (2)ઘરમાં ચોરી કરે કાન…શ્યામ આવીને (4)
ચાર પાંચ ગોવાળિયા ટોલે વળીને,
એકબીજાને  ખભે ચડીને,
મટુકીમાં (2) મોરલી વગાડે મારો શ્યામ…શ્યામ આવેને (5)
જમુનાને કાંઠે હુ તો મોરલી વગાડું,
મોરલી વગાડી તારા દલને રીઝાવું,
વાગી વાગી (2) મોરલીને ભુલી હું તો ભાન…શ્યામ આવીને (6)
એક એક કાનને એક એક ગોપી,
તો યે કાનુડાએ રાધાને રોકી,
વનરાવનમાં (2) રાસ રમાડે મારો શ્યામ..શ્યામ આવીને (7)
ચાર પાંચ ગોપીઓ ટોળે વળીને,
નંદબાવાને દ્વારે જઇને,
માતાજીની (2) સાથે જાય મારો શ્યામ…શ્યામ આવીને (8)
ભોંઠા પડીને ગોપી ભગવાને લાગી,
નીચું જોઇને ગોપી દોડવાને લાગી,
બાલ ગોપાલ(2)મારા ઘરમાં રમે…શ્યામ આવીને (9)
મામા તે કંસને મારી જ નાખ્યો,
માસી પુતનાના પ્રાણ જ હરીયા,
મથુરાનો (2) રાજા થઇને બેઠો મારો શ્યામ…શ્યામ આવીને (10)
ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે,
શ્યામ આવીને મારી મટુકી ફોડે,

મટુકી ફોડેને મારા મહિડા ઢોળે,
શ્યામ આવીને મારી મટુકી ફોડે…. 

LOKGEET GUJARATI,BEST GUJARATI SONG LYRICSસંતવાણી લોકગીત,લોકગીત સંગ્રહ ગુજરાતી

 

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago