BHAI BHAJ SHIV GORAKH PYARA – BHAJAN SANTVANI
ભાઇ ભજ શિવ ગોરખ પ્યારા… ગુજરાતી ભજન સંતવાણી
રચનાઃ નટુદાન
સબ ધરમ મેં એક હી સત્ય સનાતન,
નાથ પંથ નિરધારા,
ભાઇ ભજ શિવ ગોરખ પ્યારા…ટેક
દાસ ભાવ સે નાથજી નિરખે,
અલખ અભેદ કે ઓમકારા,
મછંદર જેવા બોલ મુખ સે,
શબ્દ સે સંસારા….ભાઇ ભજ શિવ…(1)
જગને કારણે ફેરવે જોળી,
અને ચોડી ખાખ અંગ સારા,
ખલક મોહી અલખને ખોળી,
તોળી સત્ય નિજ તારા……ભાઇ ભજ શિવ..(2)
અભય અંચળા સોહંગ ચીપીયો,
મન મતંગ કો મારા,
શીંગી નાદ સે મોહ કો છોડાવે,
ધન્ય સે નાથ રસધારા…ભાઇ ભજ શિવ..(3)
ગુરૂ નામ કી ગતિ બતલાવે,
એક આદેશ આધારા,
નટુદાન કહે નવનાથ નિવાજે,
પહોંચો ભવોભવ પારા…ભાઇ ભજ શિવ..(4)
સબ ધરમ મેં એક હી સત્ય સનાતન,
નાથ પંથ નિરધારા,
ભાઇ ભજ શિવ ગોરખ પ્યારા..