BHAJO MARI MOGAL NE DIN RAT – CHARAJ (SANTVANI BHAJAN)
ભજો મારી મોગલને દિન રાત – માતાજીની ચરજ
રચનાઃ કવિ શ્રી દાદ બાપુ
આ ચરજને અંહીથી સાંભળો.
સ્વરઃકિર્તીદાન ગઢવી
થાય જ્યાં યદો યદોના નાદ,
જાંજને ડાકલિયાની હાક,
ચારણની ચરજુ કેરો સાદ,
મોગલનો તરવાડો છે આજ …. ભજો મારી મોગલને
દર્શન કરતાં દુઃખડા જાય,
નામ લેતા લીલા લહેર થાય,
જે મા નો તરવાડો તરી જાય,
જગ પર ફરેને ગુણલા ગાય … ભજોને મારી મોગલને
હે જગતની પાલક પોશક માત,
પૂછા વિના પડે નહીં તને રાત,
નમે બ્રહ્માંડને લોક સાથ,
પ્રથમ તુજ નામ પછી બીજી વાત …. ભજોને મારી મોગલને
કહે તુજ મહીમા દાદને કાગ,
મોગલ છેડતા કાળો નાગ,
લીલો રાખ ચારમ કેરો બાળ,
સાંભળજે જયનો અંતરનાદ …… ભજોને મારી મોગલને
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
SANTVANI DHAM ,GUJARATI SANTVANI BHAJAN ,BHAJAN SANTVANI MP3
MAN HARI GYO MARU – મન હરી ગ્યો મારું માતા