અમને અડશોમા અભડાશો – ગુજરાતી ભજન
અમને અડશો મા અભડાશો – સંતવાણી ભજન અમને અડશો માં અભડાશો, પછી ન્હાવાને ક્યાં જશો…અમને અડશો મા અભડાશો… ટેક. ન્યાત જાતના બંધન છૂટ્યાં, છૂટી જૂઠી લાજ, ગુરુ પ્રતાપે અમને મળ્યું, પ્રેમ નગરનું રાજ…અમને અડશો મા અભડાશો… અભડાવવાની બીક ના હોય તો, આવો અમારી પાસ, ન્યાતીલા સહુ નિંદા કરે એમાં, પાપ બધા ધોવાશે…અમને અડશો મા અભડાશો……